નામ-નિશાન બાદ શિવસેનાની રૂ. 191 કરોડની સંપત્તિ પણ દાવ પર

Thursday 09th March 2023 04:43 EST
 
 

મુંબઈઃ માત્ર નામ અને નિશાન જ નહીં શિવસેનાની રૂ. 191 કરોડની સંપત્તિ પણ હવે દાવ પર છે, જે અંગે ઉદ્ધવ અને શિંદે જૂથ વચ્ચે કાનૂની જંગ લાંબો ચાલી શકે છે. શિવસેના ભવન કોનું હશે ઉપરાંત પાર્ટીની રાજ્યભરમાં આવેલી 362 ઓફિસો, બેન્ક ખાતાં ૫૨ કોનો અધિકાર તે હજુ સ્પષ્ટ નથી.
ચૂંટણીપંચે હાલ તો શિવસેના નામ અને તેનું નિશાન ધનુષ-બાણ શિંદે જૂથને ફાળવી દીધું છે, પરંતુ શિવસેનાની સંપત્તિનો ફેંસલો હજુ બાકી છે. સર્વોચ્ચ અદાલતના ફેંસલાને આધારે જ આગળની સ્થિતિ સ્પષ્ટ થશે. અહેવાલ મુજબ શિવસેના પાસે રૂ. 191.82 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. દાદરના શિવસેના ભવન પર હાલ ઉદ્ધવ જૂથનો કબજો છે.
શિવસેનાના નામ પર રહેલું કરોડોનું પાર્ટી ફંડ તથા સંપત્તિનો ફેંસલો સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે થશે.


comments powered by Disqus