પટનાઃ બિહારના પૂર્વ પ્રધાનમંત્રી રાબડી દેવીના ઘર પર 6 માર્ચે સીબીઆઇ પહોંચી હતી અને સતત 4 કલાક લેન્ડ ફોર જોબ સ્કેમ એટલે કે જમીનના બદલે નોકરીના કૌભાંડની પૂછપરછ કરી હતી.
લાલુના મંત્રીકાળના કૌભાંડ અંગે દાવો કરાય છે કે તેઓ રેલમંત્રી રહ્યા તે દરમિયાન રેલવેમાં લોકોને નોકરી આપવાના બદલામાં જમીન લીધી હતી.
સીબીઆઇ પ્રમાણે લેન્ડ ફોર જોબ સ્કેમમાં પહેલા લોકોને રેલવેમાં ગ્રૂપ-ડીનાં પદ પર સબસ્ટિટ્યૂટ તરીકે ભરતી કરાતી હતી, અને જમીનનો સોદો થયા બાદ તેમને રેગ્યુલર કરી દેવાયા હતા. સીબીઆઈ કહે છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ વર્ગ ફૂટ જમીન પર કથિત રીતે કબજો જમાવ્યો છે.

