દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ કરતાં કહ્યું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમક્તિ હવે પ્રધાનમંત્રી, લોકસભાના વિપક્ષી નેતા અને મુખ્ય ન્યાયાધીશની કમિટી દ્વારા કરાશે.
ચૂંટણી સમયે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિષ્પક્ષ અને પારદર્શક કામગીરીને લઈ અગાઉ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટે એક સ્વતંત્ર પેનલની રચના કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રધાનમંત્રી, લોકસભા વિપક્ષી નેતા અને મુખ્ય ન્યાયાધીશની કમિટી દ્વારા ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો અંગે નિર્ણય કર્યા બાદ રાષ્ટ્રપતિને ભલામણ કરવાની રહેશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેમની નિમણૂક કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, લોકસભામાં વિપક્ષના કોઈ નેતા નથી તો સૌથી મોટા વિપક્ષી ગળના નેતાને સામેલ કરવામાં આવે.

