અંબાજી મંદિરે 650 ગ્રામ સોનાના સાત સિક્કાનું ગુપ્તદાન

Wednesday 08th November 2023 06:07 EST
 
 

પાલનપુરઃ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે એક માઇભક્ત દ્વારા શુક્રવારે રૂ. 39.78 લાખના સોનાના સાત સિક્કાનું ગુપ્તદાન કરવામાં આવ્યું, જેને મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજીમાં માઇભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં મંદિર ટ્રસ્ટને યથાશક્તિ દાન આપે છે. તાજેતરમાં એક માઇભક્તની મુંબઈમાં ઘરનું ઘર બનાવવાની મનોકામના પૂર્ણ થતાં તેના દ્વારા મા અંબાના મંદિરે ઘરની પ્રતિકૃતિસમાન સોનાનું નાનકડું ઘર અંદાજિત રૂ. 1 લાખ ઉપરાંતની ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિર ખાતે શુક્રવારે એક માઇભક્ત દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીને 650 ગ્રામના સોનાના સાત સિક્કાનું દાન આપવામાં આવ્યું હતું.


comments powered by Disqus