અમદાવાદઃ એક જ દિવસે ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રીને અકસ્માત નડ્યો હતો. રાજકોટથી ગાંધીનગર જઈ રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની પાઇલોટ કારે બાઇકચાલકને અડફેટે લીધો હતો, જ્યારે દિવાળી મનાવવા કચ્છ જઈ રહેલાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાની કારને ટ્રકે ટક્કર મારી હતી. જો કે સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું.
લીંબડી-અમદાવાદ હાઇવે પર વિજય રૂપાણીના કાફલાની પાઇલટ કારે વૃદ્ધ બાઇકચાલકને અડફેટે લીધા બાદ રૂપાણીએ વૃદ્ધને હોસ્પિટલ મોકલ્યા હતા.

