કેજરીવાલની ધરપકડ થાય તો જેલમાંથી સરકાર ચલાવશે

Wednesday 08th November 2023 06:31 EST
 
 

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કહેવાતા એક્સાઇઝ નીતિ કૌભાંડમાં ધરપકડ થાય તો પણ તેમને જેલમાંથી સરકાર ચલાવવા પક્ષના ધારાસભ્યોએ એક બેઠક યોજી વિનંતી કરી હોવાનું આપના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું.
મંત્રી અતિશિએ જણાવ્યું હતું કે, જો કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે તો અદાલતમાં જઈ તેઓ જેલમાંથી તેમની કામગીરી કરી શકે તેની મંજૂરી મેળવવામાં આવશે. ઇડીની તપાસ અધિકારીઓએ ગયા અઠવાડિયે આ મામલે કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા પણ કેજરીવાલ આ સમન્સને રાજકીય પ્રેરિત ગણાવી તેને ટાળ્યા હતા. મુખ્યમંત્રીએ આપના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં કેજરીવાલે ધારાસભ્યોને શું કરવું તે અંગે દિશાનિર્દેશ આપ્યા હતા


comments powered by Disqus