ગીર બહાર ફરતા સિંહો માટે રૂ. 2927 કરોડની યોજના

Wednesday 08th November 2023 06:28 EST
 
 

ગાંધીનગરઃ એશિયાટિક લાયનનું ઘર એવા ગીર વિસ્તારની બહાર સિંહ નીકળીને ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારમાં જોવા મળે છે, ત્યારે આ વિસ્તારોમાં પણ સિંહને ગીર જેવી સુવિધા મળે તે માટે રાજ્ય સરકારે લાયન પ્રોજેક્ટ અમલમાં લાવવાની જાહેરાત કરી છે. ગીરના જંગલમાં સિંહસદનમાં બોલાવેલી ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આગામી 10 વર્ષમાં રૂ. 2927 કરોડના ખર્ચે સિંહનું સંવર્ધન કરવાનું નક્કી કરાયું છે. જે રીતે આસામમાં પ્રોજેક્ટ એલિફન્ટ, બંગાળમાં પ્રોજેક્ટ ટાઇગર અને ઉત્તર ભારતનાં જંગલોમાં પ્રોજેક્ટ રાઇનોઝ અમલમાં છે, તે રીતે સૌરાષ્ટ્રમાં પણ પ્રોજેકટ લાયન અમલમાં મૂકવામાં આવ્યો છે.
ગીરના સિંહની ડણક હવે જંગલ વિસ્તારની બહાર પણ સંભળાય છે અને એટલા માટે જ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિર્દેશ અનુસાર સાસણ ગીર સિંહસદન ખાતે ‘પ્રોજેક્ટ લાયન’ અંગેની બેઠક યોજાઈ હતી.


comments powered by Disqus