જખૌ પોર્ટ પરથી 30 લાખ મેટ્રિક ટન મીઠાની નિકાસ

Wednesday 08th November 2023 06:19 EST
 
 

માંડવીઃ જખૌ બંદરેથી ગતવર્ષે 30 લાખ ટન મીઠાની નિકાસ કરાઈ હતી. જાપાન, કોરિયા, સિંગાપોર, કતાર, ચીન સહિતના દેશોમાં કચ્છનું મીઠું પહોંચ્યું હતું. નિકાસના પગલે જખૌ પોર્ટે એક વર્ષમાં હેન્ડલિંગ ચાર્જપેટે રૂ. 13.83 કરોડની આવક કરી હતી, જે સરવાળે માંડવી પોર્ટને થઈ હતી. આ વર્ષે 40 લાખ ટન મીઠાની નિકાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પશ્ચિમ કચ્છમાં મીઠું પકવતી કંપનીઓના કારણે 400 જેટલા લોકોને રોજગારી મળી રહી છે, તેની સાથે મીઠાની નિકાસનો ગ્રાફ પણ ઊંચકાઈ રહ્યો છે. હાજીપીરથી જખૌ નમક પરિવહન કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમી રહ્યા છે. તાજેતરમાં જખૌ બંદરથી બે જહાજમાં 96 હજાર મેટ્રિક ટન મીઠાની નિકાસ કરાઈ હતી. બંદરે આવેલી ખાનગી કંપનીની જેટી પરથી 15 જૂનથી 15 સપ્ટેમ્બર એમ ત્રણ મહિના સુધી માત્ર મીઠાની નિકાસ કરવામાં આવે છે.


comments powered by Disqus