અમદાવાદઃ જાણીતા કવિ, નાટ્યકાર, દસ્તાવેજી ફિલ્મોના નિર્દેશક, પટકથા લેખક, વિવેચક, અભિનેતા જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા ચંદ્રકાંત શાહનું કેન્સરની લાંબી માંદગી બાદ અવસાન થયું. તારક મહેતાનાં પુત્રી ઈશાની સાથે તેમણે લગ્ન કરેલાં હતાં. અમેરિકાના બોસ્ટનમાં સ્થાયી થયેલા અને સાહિત્ય-ફિલ્મ અને અંતરંગ વર્તુળમાં ચંદુના હુલામણા નામથી પ્રસિદ્ધ ચંદ્રકાંત શાહે કાવ્ય સંગ્રહો, નર્મદ, મહાત્મા ગાંધી ડોટ કોમ, ખેલૈયા, માસ્ટર ફૂલમણિ, કાબરો, એક હતી રૂપલી, એવા મુંબઈમાં જઈએ જેવાં સુખ્યાત નાટકો આપ્યાં હતાં.

