જૂનાગઢઃ વેરાવળની હોસ્પિટલના ઉદઘાટન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસના અંબરીશ ડેરને લઈ કહ્યું કે, તે મારો મિત્ર જ છે, હું એને લાવવાનો જ છું.. હાથ પકડીને...’ સી.આર. પાટીલના નિવેદન બાદ એ ચર્ચાએ જોર પકડ્યું છે. ડેરના ભાજપમાં સામેલ કરવા અંગે હાલ તો અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે પણ આ તમામનો જવાબ સમય આવ્યે જ ખબર પડશે.

