નોર્થ કેરોલિનામાં નડિયાદના યુવક પર લૂંટના ઈરાદે ફાયરિંગ

Wednesday 08th November 2023 05:48 EST
 
 

નડિયાદઃ અમેરિકામાં રહેતા ગુજરાતી યુવાનો પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. મૂળ નડિયાદના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ઉજાશ મેનગર પર તેના ઘરની બહાર જ લૂંટના ઇરાદે ફાયરિંગ કરાયું હતું. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઉજાશને હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના અંગે નોર્થ કોરોલિના પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મૂળ નડિયાદના ઉજાશના પિતા શૈલેષભાઈ મેનગર ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર છે.
ઉજાશ મેનગર અભ્યાસ કર્યા બાદ 10 વર્ષ પહેલાં નોર્થ કેરોલિનાના ગ્રીન બોરોમાં સ્થાયી થયા હતા.
શનિવારે તેઓ નોકરીથી ઘરે આવ્યા ત્યારે ઘરની બહાર જ કેટલા શખ્સોએ તેમને ઘેરી લઈ લૂંટના ઇરાદે તેમના પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પેટના ભાગે ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. થોડા દિવસ અગાઉ નડિયાદ આવેલા પિતા શૈલેષભાઈને જાણ થતા તેઓ તુરંત અમેરિકા જવા રવાના થયા હતા.


comments powered by Disqus