પંજાબમાં ફરી ખાલિસ્તાની આતંકવાદીઓ સક્રિય થયા

Wednesday 08th November 2023 06:39 EST
 
 

ચંડીગઢઃ ખાલિસ્તાની પ્રવૃત્તિને વેગ આપવાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ ખાલિસ્તાની આતંકવાદને હવે પંજાબમાં તરણતારણથી હવા આપવાની પાકિસ્તાનની નાપાક ચાલને સુરક્ષા દળોએ ખુલ્લી પાડી છે. જેના ભાગરૂપે ડ્રોન મારફતે ડ્રગ્સ અને હથિયારોને ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
આ વસ્તુઓનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા ડ્રગ્સના વેપાર અને દેશવિરોધી પ્રવૃત્તિમાં કરાતો હોય છે. ઓક્ટોબર મહિનામાં ચાર વખત તરણતારણમાં પાકિસ્તાનથી દાખલ થયેલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. તેની મારફતે ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો.


comments powered by Disqus