પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ 80 માછીમાર દિવાળીએ વતન પહોંચશે

Wednesday 08th November 2023 05:57 EST
 
 

પોરબંદરઃ પાકિસ્તાનની જેલમાં ઘણાં વર્ષોથી સબડી રહેલા 80 જેટલા માછીમારોને મુક્ત કરવાનું નક્કી થયું છે. આગામી 10 નવેમ્બરે તેઓ વાઘા બોર્ડર ખાતે આવશે અને 12 નવેમ્બરે દિવાળીના દિવસે જ તેઓનું વતન આગમન થશે, ત્યારે પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને તમામના પરિવારોમાં દિવાળી પૂર્વે દિવાળી જેવી જ ખુશી વ્યાપી છે.
પોરબંદર માછીમાર બોટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અને માછીમાર અગ્રણી જીવનભાઈ જંગીએ આપેલી માહિતી મુજબ, પાકિસ્તાનની જેલમાં ઘણાં વર્ષોથી મોટી સંખ્યામાં માછીમારો સબડી રહ્યા છે. સંખ્યાબંધ માછીમારોની સજા પૂર્ણ થવા છતાં તેમને જેલમુક્ત કરાયા નથી, ત્યારે આગામી 10 નવેમ્બરે પાકિસ્તાન દ્વારા 80 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવશે.


comments powered by Disqus