અમદાવાદઃ આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવારે શહેરના ત્રણ બિલ્ડર ગ્રૂપ અવિરત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, શિપરમ સ્કાય ગ્રૂપ, સેલડિયા ગ્રૂપની સાથે બ્રોકર રાજેશ દેસાઈ અને શરાફી પેઢી ચલાવતા રાજેન ઠક્કરના રહેઠાણ અને ઓફિસમાં 40 જેટલાં સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહીમાં અત્યાર સુધીમાં રૂ. 1 હજાર કરોડના હિસાબી ગોટાળા મળ્યા છે. આ ઉપરાંત બિલ્ડરો અને શરાફી પેઢીને ત્યાંથી મળેલા દસ્તાવેજોના આધારે રૂ. 500 કરોડની કોડવર્ડમાં લખેલી બેનામી એન્ટ્રી મળી છે. આઇટીના અધિકારીઓએ અવિરત ઇન્ફાસ્ટ્રક્ચર પ્રાઇવેટની ઓફિસ, અવિરત હાઉસ અને ગ્રૂપના બિલ્ડર કનુભાઈ પટેલ, સંદીપ પટેલની ઓફિસ અને રહેઠાણે પણ તપાસ કરી હતી.

