સુરતઃ મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાને બ્રિજના હેલ્થકાર્ડ બનાવવા તાકીદ કરી હતી. જે અંતર્ગત સૌથી વધુ 120 બ્રિજ ધરાવતી સુરત મનપા દ્વારા સૌપ્રથમ તમામ બ્રિજનાં હેલ્થકાર્ડ બનાવવાની કામગીરી પૂરી કરી દેવાઈ. સુરત મનપાએ શહેરના તમામ બ્રિજનાં હેલ્થકાર્ડ તૈયાર કરવા માટે એજન્સીને કામગીરી સોંપી હતી.

