રાજકોટ નજીક ઉમિયામાનું મંદિર બનશેઃ સંકલ્પ શક્તિ સંમેલનમાં જાહેરાત

Wednesday 08th November 2023 06:12 EST
 
 

રાજકોટઃ જશવંતપુર ખાતે ન્યારી ડેમના કાંઠે ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ માટે રાજકોટમાં કડવા પાટીદાર સમાજનું સંકલ્પ શક્તિ સંમેલન મળ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી દાતાઓ, ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનોએ હાજર રહી મંદિર નિર્માણ માટે તન, મન, ધનથી સહયોગ આપવા માટે સંકલ્પ લીધો હતો. આ તકે સમાજના દાતાઓ અને ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંકલ્પ સમયે જય મા ઉમિયાનો નાદ ગૂંજી ઊઠ્યો હતો. સૌકોઈ આગેવાનોએ સમાજના સંપીલા અવાજને મોટો કરવા માટે હિમાયત કરી હતી. મંદિરની સાથે- સાથે શૈક્ષણિક, સામાજિક, આરોગ્યલક્ષી સહિત 18 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.


comments powered by Disqus