વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 7 દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા

Wednesday 08th November 2023 05:29 EST
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટ-2024 યોજાય તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા 32 જિલ્લામાં રૂ. 45,604 કરોડના સંભવિત રોકાણના આશરે 2600થી વધુ એમઓયુ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાપાન, નેધરલેન્ડ, ડેન્માર્ક, નેપાળ, મોઝામ્બિકા, મોરક્કો, યુએસએ એમ 7 દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે અને હજુ અન્ય દેશ સાથે વાટાઘાટ ચાલી રહી છે. જો કે કેનેડા બાબતે પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, કેનેડા હાલમાં નથી.
રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 2 નવેમ્બરે કરાયેલા 8 એમઓયુ સહિત અત્યાર સુધીમાં આશરે રૂ. 31,060 કરોડના રોકાણ માટે 55 એમઓયુ થયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ઇનિંગમાં રૂ. 76,664 કરોડના એમઓયુ થયા છે. નવેમ્બરમાં જર્મની, ઇટાલી, ડેન્માર્ક, યુએસએ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, સાઉથ કોરિયા અને વિયેતનામમાં રોડ-શો યોજાશે. રાજ્યકક્ષાથી કરાયેલા એમઓયુથી 84 હજારથી વધુ રોજગાર ઉત્પન્ન થશે. નવેમ્બરમાં સુરત ખાતે ટેક્સટાઇલ સમિટ અમદાવાદમાં એક્સપોર્ટર કોન્ફરન્સનું આયોજન કરાશે.


comments powered by Disqus