દ્વારકાઃ કંગના રણૌતે દેવભૂમિ દ્વારકા અને સોમનાથમાં ભગવાનનાં દર્શન કર્યાં હતાં. દ્વારકામાં દર્શન દરમિયાન કંગનાએ રાજકારણમાં પ્રવેશની ઇચ્છા વ્યક્ત કરી હતી. કંગનાએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણની કૃપા હશે તો લોક્સભાની ચૂંટણી લડીશ. દ્વારકા બાદ કંગનાએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. જાણીતી એક્ટ્રેસ કંગના રણૌતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ મંદિરોમાં દર્શન કર્યાં હતાં. વાય-પ્લસ કેટેગરીની સુરક્ષા સાથે આવેલી કંગનાએ જ્યોતિર્લિંગ નાગેશ્વર, બેટદ્વારકા ઉપરાંત રુક્મિણી મંદિરે દર્શન કર્યાં હતાં. ગુરુવારે સાંજે વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે શિશ નમાવ્યું હતું.
બોલિવૂડની “ક્વીન” તરીકે પ્રખ્યાત કંગના રાણૌતે જણાવ્યું હતું કે, દિવ્ય નગરી દ્વારકામાં આવીને તેઓ અભિભૂત થયાં છે. અહીંના કણકણમાં ભગવાન દ્વારકાધીશ વસેલા છે, ત્યારે તેમનાં દર્શનથી હંમેશાં ધન્ય થઈ જવાય છે.

