નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેટલાક વિપક્ષી સાંસદોને મળેલા હેક નોટિફિકેશન મામલે એપલ કંપની પાસેથી સ્ટેટ-સ્પોન્સર્ડ એટેકના પુરાવા માગ્યા છે. કેટલાક સાંસદોએ આ અંગે ફરિયાદ કર્યા પછી આઇટી મંત્રાલય હરકતમાં આવી ગયું હતું. આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, અમે એપલને કથિત સ્ટેટ-સ્પોન્સર્ડ એટેક્સ મામલે ચોક્કસ માહિતી સાથે તપાસમાં જોડાવા જણાવ્યું છે.

