નવી દિલ્હીઃ ભારતની 8 દિવસની મુલાકાતે આવેલા ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક રવિવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા. દિલ્હી એરપોર્ટ પર વિદેશમંત્રી એસ. જયશંકરે તેમનું સ્વાગત કર્યું. ભુતાન અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે નામગ્યાલ વાંગચુકની આ મુલાકાત ખૂબ જ ખાસ છે. તાજેતરમાં જ ભુતાનના વિદેશમંત્રી તાંદી દોરજીએ પ્રથમ વખત ચીનની મુલાકાત લીધી હતી. દોરજી 23 ઓક્ટોબરે ચીનના વિદેશમંત્રી વાંગ યી અને ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ગેંગને મળ્યા હતા. 2017માં ડોકલામમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ બાદ ભુતાને ગયા મહિને જ સરહદી વાટાઘાટો શરૂ કરી હતી. ભુતાનના વિદેશમંત્રી સાથેની બેઠકમાં ચીનના વિદેશમંત્રીએ કહ્યું હતું કે, ચીન સરહદ વિવાદ ૫૨ જલદીથી મંત્રણા કરવા અને ભુતાન સાથે ઔપચારિક સંબંધો સ્થાપિત કરવા તૈયાર છે. બંને પક્ષો સરહદ સમજૂતીને આગળ વધારવા સંમત થયા હતા.
ચીન અન્ય દેશોને ભારત વિરુદ્ધ ભડકાવે છે
ચીન દક્ષિણ એશિયાના ઘણા દેશોને ભારત વિરુદ્ધ ભડકાવવામાં વ્યસ્ત છે. માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુએ સપ્ટેમ્બરમાં ભારતના વિરોધમાં ચૂંટણી જીતી હતી.

