સાયન્સ સિટી ખાતે ફાઉન્ટેન શોનું લોકાર્પણ

Wednesday 08th November 2023 05:26 EST
 
 

અમદાવાદના સાયન્સ સિટી ખાતે નવા તૈયાર કરાયેલા મલ્ટિમીડિયા લેસર એન્ડ ફાઉન્ટેનનું મુખ્યમંત્રીએ શુક્રવારે લોકાર્પણ કર્યું હતું. 50 મીટર ઊંચા સેન્ટ્રલ વોટર જેટ, 800 રંગબેરંગી લાઇટ અને 15 મ્યુઝિકલ પેટર્ન સર્જતી 600થી વધુ નોઝલ સાથે આ ફાઉન્ટેન આકર્ષક કૃતિઓ બનાવે છે. 36x16 મીટરની વોટર સ્ક્રીન પર મલ્ટિમીડિયા લેસર સાઉન્ડ શો સાથે બે અન્ય સ્ક્રીન અને થ્રીડી પ્રોજેક્શન સાથે દર સોમવાર સિવાય આ મ્યુઝિક ફાઉન્ટેનના રોજ 25 મિનિટના બે સ્પેસ થીમ આધારિત શો યોજવામાં આવશે.


comments powered by Disqus