સુરતના બાળ વૈજ્ઞાનિકોની શોધઃ નશો કર્યો હશે તો નહીં ચાલુ થાય એન્જિન

Wednesday 08th November 2023 06:06 EST
 
 

સુરતઃ ઉધના વિસ્તારની શાળામાં ઇન્ટર સ્કૂલ વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. આ વિજ્ઞાન મેળામાં 70 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ અવનવા પ્રોજેક્ટ બનાવ્યા હતા. એમાં 11 સાયન્સના 6 બાળ વૈજ્ઞાનિકના સમૂહે એક અદભુત અને અનોખું અકસ્માત નિવારણ હેલમેટ તૈયાર કર્યું હતું. ગુજરાત અને સુરતમાં ખાસ કરીને દારૂ પીને વધતા અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખી બાળ વૈજ્ઞાનિકોએ આ હેલમેટ તૈયાર કર્યું છે, જેમાં દારૂનું સેવન કર્યા બાદ હેલમેટ પહેરશો અને ગાડી સ્ટાર્ટ કરશો તો થશે જ નહીં. હેલમેટની અંદર દારૂની સ્મેલને ઓળખતી અનોખી ચિપની ગોઠવણ બાળ વૈજ્ઞાનિકોએ કરી છે.
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ બાદ અકસ્માતના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં અનેક લોકોનાં મોત પણ થયાં છે. ત્યારે ચિંતા ઉપજાવનારી આવી સ્થિતિને કંટ્રોલ કરી શકાય એ પ્રકારનો પ્રોજેક્ટ બાળ વૈજ્ઞાનિકો દ્વારા અહીં રજૂ કરાયો હતો.


comments powered by Disqus