‘રાત્રે કોની સાથે વાત કરો છો?’: એથિક્સ કમિટીનો મહુઆને સવાલ

Wednesday 08th November 2023 06:40 EST
 

નવી દિલ્હીઃ પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવા મામલે લોકસભાની એથિક્સ કમિટીએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની ગુરુવારે પૂછપરછ કરી. મહુઆ મોઇત્રા, દાનિશ અલી તથા અન્ય વિપક્ષી સાંસદો બપોરે 3:35 વાગ્યે ગુસ્સામાં એથિક્સ કમિટીની ઓફિસમાંથી ગુસ્સામાં બહાર નીકળી ગયાં હતાં.
પત્રકારોએ ગુસ્સાનું કારણ પૂછતાં દાનિશ અલીએ જણાવ્યું હતું કે, કમિટીના ચેરમેન, ભાજપ સાંસદ વિનોદકુમાર સોનકરે મહુઆને રાત્રે કોની સાથે વાત કરો છો? શું વાત કરો છો? જેવા અનૈતિક સવાલો કર્યા હતા, જેના કારણે બેઠકમાં ભારે હોબાળો થયો હતો. સોનકરે કહ્યું કે, મહુઆ જવાબ આપવાના બદલે ગુસ્સે થઈ ગયાં અને અસંસદીય ભાષા વાપરવા લાગ્યાં.


comments powered by Disqus