યુકેસ્થિત શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC) દ્વારા 20 મિલિયન પાઉન્ડના ખર્ચે સાકાર થનારા મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇંડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટનો 17 મેના રોજ (સવારે 10.00 વાગ્યે) શિલાન્યાસ સમારોહ યોજાયો છે. ઇંડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટના સ્થળે (વેસ્ટએન્ડ રોડ, નોર્થોલ્ટ - UB5 6RE) આ કાર્યક્રમ યોજાશે. આ જ સ્થળે 29 મેના રોજ (સવારે 10.30 વાગ્યે) શાંતિ હવનનું આયોજન થયું છે

