આઇપીએલ ટૂર્નામેન્ટની મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સની ટીમ ગાંધીનગર ખાતે આવેલી હોટેલ લીલામાં રોકાઈ હતી. ત્રીજી મેના રોજ સાંજે ટીમના સભ્યો હોટેલની નજીકમાં આવેલા મહાત્મા મંદિર આસપાસના વિસ્તારોમાં લટાર મારવા નીકળ્યા હતા. મહાત્મા મંદિરની સામે એક ખાલી મેદાનમાં ક્રિકેટ રમી રહેલા સ્થાનિક યુવાનોને આ ક્રિકેટરોએ જોયા હતા. કેઝ્યુઅલ વેરમાં જ આ ક્રિકેટરો મેદાનમાં પહોંચી ગયા હતા. રાશિદ ખાન, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદે ગાંધીનગરના સ્થાનિક યુવાનો સાથે ગલી ક્રિકેટની મજા લીધી હતી. તેમણે બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ કરી ત્યારે સ્થાનિક યુવકોએ ગૌરવભેર વીડિયો ઉતાર્યો હતો અને ઝડપથી આ વીડિયો ગાંધીનગરમાં વાઇરલ થયો હતો. આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટર સાથે રમવા મળતાં સ્થાનિક યુવાનો ઉત્સાહિત થઈ ગયા હતા.

