જાન્યુઆરીમાં ચાર ઝોનમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે

Wednesday 10th May 2023 05:49 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં મૂડીરોકાણ વધારવાના આશયથી યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ હવે 10થી 12 જાન્યુઆરી-2024માં યોજાશે. આ વખતે આ સમિટ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાશે. આ સમિટ માટે વડાપ્રધાનની ઉપસ્થિતિ માટેની અનુકૂળ તારીખ માગી છે. જે કન્ફર્મ થયા બાદ તારીખ જાહેર કરાશે.
છેલ્લે 18, 19, 20 જાન્યુઆરી-2019એ 9મી વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે રૂ. 127 કરોડનું બજેટ નક્કી કર્યું છે.


comments powered by Disqus