પંજાબના અમૃતસરમાં 36 કલાકમાં બે બ્લાસ્ટ: 1 ઘાયલ

Wednesday 10th May 2023 06:25 EDT
 
 

અમૃતસરઃ પંજાબના અમૃતસર સ્થિત હેરિટેજ સ્ટ્રીટમાં 8 મેએ ફરી એક બ્લાસ્ટ થયો. વિગતો મુજબ વિસ્ફોટ સવારે 6:30 વાગ્યે હેરિટેજ સ્ટ્રીટની સામે સારાગઢી સરાઈ પાસે થયો હતો. આ પહેલાં 7 મેએ શનિવારે રાત્રે અમૃતસરના સુવર્ણ મંદિરના પાર્કિંગમાં બનેલી રેસ્ટોરન્ટમાં ચીમનીમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસને શંકા છે કે શનિવારના બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
8 મેએ સોમવારે થયેલા બ્લાસ્ટમાં કોઈ નુકસાન કે ઈજાના સમાચાર નથી. એક વ્યક્તિને પગમાં નાની-મોટી ઈજા થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટક હેરિટેજ પાર્કિંગમાં લટકાવવામાં આવ્યો હતો અને ત્યાં બ્લાસ્ટ થયો હતો. પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પહેલાં પણ પંજાબના અમૃતસરમાં શનિવારે સાંજે ગોલ્ડન ટેમ્પલ પાસે હેરિટેજ સ્ટ્રીટમાં વિસ્ફોટ થયો હતો.


comments powered by Disqus