પત્નીને પિયર મૂકી પતિ ઓસ્ટ્રેલિયા ફરારઃ પરિણીતાની ફરિયાદ

Wednesday 10th May 2023 05:50 EDT
 
 

વડોદરાઃ સુભાનપુરામાં રહેતી યુવતીનાં લગ્ન આણંદના વતની એનઆરઆઇ યુવક સાથે થયા બાદ દંપતી ઓસ્ટ્રેલિયા ગયું હતું. પણ ઓસ્ટ્રેલિયાથી આવ્યા બાદ યુવતીને પિયરમાં મૂકી પતિ બારોબાર વિદેશ જતો રહ્યો હતો. એટલું જ નહીં છૂટાછેડાનું દબાણ કરતાં યુવતીએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગોરવા પોલીસે બનાવના સંબંધમાં પતિ, સસરા અને સાસુ સામે તપાસ હાથ ધરી છે.
ગોરવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 31 વર્ષીય યુવતીનાં લગ્ન 2020માં આણંદ રહેતા યુવક સાથે થયા હતા. 30 જાન્યુઆરીએ લગ્ન કરી યુવક 15 ફેબ્રુઆરીએ પરત ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. ત્યારબાદ પતિએ ડિપેન્ડન્ટ વિઝા પર યુવતીને બોલાવતાં બંને સાથે નોકરી કરતાં હતાં.
26 જાન્યુઆરીએ પતિએ યુવતીને પિયરમાં મૂકી કહ્યું હતું કે, રિપોર્ટ કરાવી રાખજે બે ત્રણ દિવસમાં લઈ જઈશ. બાદમાં ઓસ્ટ્રેલિયા જઈ છૂટાછેડા માટે દબાણ કરવા લાગ્યા હતા.


comments powered by Disqus