મણિપુરમાં મ્યાનમારનાં વિદ્રોહી સંગઠનોએ હિંસા ભડકાવી

Wednesday 10th May 2023 06:25 EDT
 
 

ઇમ્ફાલઃ મણિપુરની હિંસા પાછળ મ્યાનમારના વિદ્રોહી સંગઠનોનો હાથ હોવાના પુરાવા સાંપડ્યા છે. મણિપુરને સળગાવવાનું આ ષડયંત્ર સરહદ પારનાં વિદ્રોહી જૂથોએ મણિપુરમાં સરેન્ડર કરી ચૂકેલા કેટલાક સાથીઓના માધ્યમથી રચ્યું હતું. તેમાં કુકી વિદ્રોહી જૂથોનું નામ મોખરે છે. તેઓ ઘણા સમયથી મણિપુરમાં હિંસા માટે ટાંપીને બેઠા હતા અને મૈતી સમુદાયને અનુસૂચિત જનજાતિ દરજ્જો અપાવવાનું બહાનું તેમને મળી ગયું.
સેનાએ રવિવારે જણાવ્યું હતં કે ભારતીય સેના અને આસામ રાઇફલ્સે 23 હજાર નાગરિકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા છે. મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે.


comments powered by Disqus