રાજૌરીમાં આતંકીઓ સાથેની અથડામણમાં 5 જવાન શહીદ

Wednesday 10th May 2023 06:25 EDT
 
 

રાજૌરીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કાંડી જંગલમાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે 5 મેએ અથડામણ થઈ, જેમાં સેનાના 5 જવાન શહીદ થઈ ગયા. 2 દિવસની આ અથડામણમાં સેના દ્વારા વળતા ફાયરિંગમાં બે આતંકીને ઠાર મારવામાં આવ્યા. આ દરમિયાન શનિવારે રક્ષામંત્રી રાજનાથસિંહે જમ્મુ-કાશ્મીર બોર્ડરના રાજૌરી અને પુંછમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઓક્ટોબર 2021થી અત્યાર સુધીમાં કુલ 8 હુમલા કરવામાં આવ્યા, જેમાં 26 સૈનિક શહીદ થવાની સાથે કુલ 35 લોકોનાં મોત નીપજ્યાં છે.
પુંછમાં પાંચ જવાન શહીદ થતાં સેનાએ રાજૌરીના કાંડી જંગલમાં ઓપરેશન ત્રિનેત્ર લોન્ચ કર્યું છે. આ ઓપરેશન દરમિયાન એક આતંકીને ઠાર મારવામાં આવ્યો, જ્યારે અન્ય એક આતંકી ગંભીર રીતે ઘાયલ થયો હતો. શુક્રવારના હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ સાથે જોડાયેલા પિપલ્સ એન્ટિ ફાસિસ્ટ ફ્રન્ટે લીધી છે.


comments powered by Disqus