અમદાવાદઃ રાજ્યભરના ખેડૂતો પર સતત માવઠાનો માર પડી રહ્યો છે, તેવા તબક્કે રાજ્ય સરકાર દ્વારા તેમને રાહત આપતો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને બાગાયતી પાક માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.13,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યાર સુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.9.500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ. 23 હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.

