કચ્છમાં G-20 થીમ પર મનમોહક લાઈટ એન્ડ સાઉન્ડ શો

Wednesday 11th January 2023 06:06 EST
 
 

કચ્છના સફેદ રણ ખાતે વોચ ટાવર બંધ કરીને તેની ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ શૉ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વોચ ટાવર પર જી-20ની થીમ અને તિરંગાના લાઇટ અને સાઉન્ડ શૉને નિહાળીને હાજર પ્રવાસીઓ અચંબિત થઈ ગયા હતા. હાલમાં તો અહીં રિહર્સલ કરવામાં આવ્યું છે, પરંતુ થોડા દિવસોમાં તે પ્રવાસીઓ માટે શરૂ કરી દેવાશે. આગામી ફેબ્રુઆરી મહિનામાં પ્રવાસન વિષય પર રણમાં જ્યારે સમિટ થવાની છે, જેને ઉપલક્ષ્યમાં રાખીને આ લાઇટ એન્ડ સાઉન્ડ શૉ તૈયાર કરાયો છે.


comments powered by Disqus