ભૂજઃ ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર આરોપી એવા જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. જસ્ટિસ સમીર જે. દવેએ મુખ્ય આરોપી છબીલ પટેલને મુખ્ય આરોપી હોઈ તેની વિરુદ્ધના પ્રથમદર્શનીય ગુનાને જોતાં જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, જસ્ટિસ સમીર જે. દવેએ જયંતી ભાનુશાળી હત્યા કેસનો ટ્રાયલ એક વર્ષમાં શક્ય હોય ત્યાં સુધી ડે ટુ ડે બેઝીઝ પર ચલાવી પૂર્ણ કરવા ટ્રાયલ કોર્ટને બહુ મહત્ત્વનો આદેશ કર્યો હતો.

