સુરતમાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા યોજાયેલા કાઇટ ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રના પૂણેના રહેવાસી પ્રકાશ સેલર નામના અનોખા પતંગબાજ હાજર રહ્યા હતા. 32 વર્ષીય સેલરે ટ્રાન્સપ્લાન્ટ થકી મેળવેલા 14 વર્ષના કિશોરના હાથથી પતંગ ચગાવ્યો હતો. પ્રકાશ સેલ૨ે વીજકરંટને પગલે 2019માં તેમણે બંને હાથ ગુમાવી દીધા હતા. આ દરમિયાન તેઓ સારવાર માટે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં જતા હતા, જ્યાં તેમણે હાથ ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ દરમિયાન સુરતમાં એક 14 વર્ષીય કિશોર બ્રેઇન ડેડ થઈ જતાં ડોનેટ લાઇફ સંસ્થાની સહાયથી 2021માં પ્રકાશને હાથ મળ્યા હતા.

