પોલેન્ડના ભારતીય રાજદૂત જામનગરમાં

Wednesday 11th January 2023 05:49 EST
 
 

જામનગરઃ પોલેન્ડ ખાતેના ભારતીય રાજદૂત નગ્મા મલિક જામનગરની મુલાકાતે આવ્યાં હતાં. જામ રાજવીઓના પોલેન્ડ પ્રત્યેના ઋણને લઈને તેઓએ જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે તલસ્પર્શી ચર્ચા કરી હતી.
પોલેન્ડમાં ભારતીય એમ્બેસેડર તરીકે કાર્યરત આઈએફએસ નગ્મા.એમ. મલિકનું પાયલોટ બંગલે જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા સ્વાગત કરાયું હતું. રાજદૂત મલિકે પોલિશ શરણાર્થીઓના વોર્ચો ખાતે ગયા જુલાઈમાં ઊભા કરવામાં આવેલા સ્મારક કાર્યક્રમને સમર્થન આપવા બદલ જામસાહેબનો આભાર માન્યો હતો. જામસાહેબે નવાનગરમાં પોલેન્ડનાં બાળકોની યાદો વાગોળી હતી. જામસાહેબ સાથે પલિશ કેમ્પ અંગે ગહન ચર્ચા કરી નગ્મા મલિકે તલસ્પર્શી વિગતો મેળવી હતી. ત્યારબાદ નગમા મલિકે પોલિશ કેમ્પના સ્થળ બાલાચડીની મુલાકાત લીધી હતી. તેણીએ ત્યાં સ્મારક તક્તિ પર ફૂલહાર કર્યાં હતાં.
નગ્મા મલિકે જામનગરના લાખોટા તળાવ સંકુલની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેઓએ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.


comments powered by Disqus