વડોદરા: ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ 2008માં મિશન ચંદ્રયાન અને 2013માં મંગળ મિશનના સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. આ બંને મિશનના મુખ્ય નાયક એટલે કે પ્રોજેક્ટ ઈન્ચાર્જ તેમજ ઈસરોના અને દેશના પ્રતિનિધિ વૈજ્ઞાનિક ડો. એમ. અન્નાદુરાઈને એમ.એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.
ટેક્નોલોજી ફેકલ્ટીમાં પરામર્શ ફેસ્ટિવલના ગેસ્ટ લેક્ચર માટે આમંત્રિત કરાયેલા ડો. અશાદુરાઈએ એક વાતચીતમાં કહ્યું હતું કે, 2013માં માર્સ ઓર્બિટર મિશનના ભાગરૂપે અમે સફળતાપૂર્વક મંગળયાન લોન્ચ કર્યુ હતું, આ મિશને દુનિયા સમક્ષ સાબિત કરી દીધું હતું કે, ભારતીયો પણ ટીમવર્કથી કામ કરી શકે છે.
ડો.અન્નાદુરાઈએ મિશન મંગળ અંગે જણાવ્યુ હતુ કે, મિશન મંગળ માટે અમારી પાસે એક જ તક હતી અને આ વાત મેં મારી ટીમના મગજમાં ઠસાવી હતી. પહેલાં તો અમે આ મિશનનોની ટેકનિકલ નિષ્ફળતાનો અભ્યાસ કર્યો હતો, જેમાંથી અમને ઘણું શીખવા મળ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ઈસરો મહત્ત્વાકાંક્ષી મિશન ગગનયાન માટે તૈયારી કરી રહ્યું છે, જેના ભાગરૂપે ભારત પહેલી વખત અવકાશયાત્રીને સ્પેસમાં મોકલશે. કોરોનાને કારણે તેમના થોડો વિલંબં થયો છે પણ ઈસરો તેની ટેકનોલોજી પર ઝડપભેર કામ કરી રહ્યું છે. અવકાશયાત્રીને સ્પેસમાં મોકલીને તેને સહીસલામ પાછા લાવી શકાય તેવા યાનનું બે વખત સફળતાપૂર્વક ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. આગામી બેથી ત્રણ વર્ષમાં ભારત પોતાના અવકાશયાત્રીને સ્પેસમાં મોકલશે તેવું મારું માનવું છે.

