ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલીસે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી 15 જી-20 બેઠકો અંગેની ચર્ચા કરાઈ હતી. સી.એમ. પટેલ દ્વારા હાઇ કમિશનર એલીસએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે પણ અનુરોધ કરાયો હતો. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

