બિલ્કિસ બાનો કેસ : સુપ્રીમે મુક્ત થયેલા દોષિતોની અરજી ફગાવી

Wednesday 11th January 2023 05:40 EST
 
 

અમદાવાદ: વર્ષ 2002નાં કોમી તોફાનો સમયે બિલ્કિસ બાનો સાથે થયેલા દુષ્કર્મ અને તેના બાળક સહિત અન્ય પરિવારજનોની હત્યાના કેસમાં સજા કાપી રહેલા 11 દોષિતોને, ગુજરાત સરકાર દ્વારા સજા મુક્તિ આપવાના નિર્ણય સામે થયેલી અરજીઓની સુનાવણી ન કરવાની દોષિતોની માગને સુપ્રીમે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, બિલ્કિસ બાનોની અરજી સહિત તમામ પાંચેય અરજી પર ફેબ્રુઆરીમાં સુનાવણી કરશે. દોષિતોની રજૂઆત હતી કે સુભાષિની અલી અને મહુઆ મોઇત્રા સહિત અન્યએ કરેલી પાંચેય અરજીની સુનાવણી કરી શકાય નહીં.


comments powered by Disqus