ઈઝરાયલમાં રહેતા વડોદરાના 150 લોકો હુમલા પછી ઘર-બંકરોમાં પુરાયા

Wednesday 11th October 2023 06:09 EDT
 
 

વડોદરાઃ ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા બાદ ઇઝરાયેલમાં રહેતા વડોદરાના લોકોના પરિવારજનોના જીવ પડીકે બંધાયા છે. જો કે ઇઝરાયેલી સરકાર અને ત્યાંના ભારતીય સમાજના સતત સંપર્કમાં રહેતી ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયેલ સંસ્થાએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલમાં રહેતા 150 વડોદરાવાસી સલામત છે. જો કે આતંકી આક્રમણને કારણે લોકોને ઘરના બંકરમાં પુરાઈ રહેવાની ફરજ પડી છે.
ભારતીય સમાજના અગ્રણી ડો. રિકી શાઈએ કહ્યું છે કે, ‘સવારે 6.30 વાગ્યે જ અચાનક હમાસે મિસાઇલ હુમલો કર્યો હતો અને કટોકટી સમયે સાઇરનો ગૂંજી ઊઠી. શહેરની વાડ તોડીને હમાસના આંતકીઓ ઘૂસી ગયા છે અને મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે. 24 કલાકથી તેઓ શૈતાનની જેમ વર્તી રહ્યા છે.


comments powered by Disqus