એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદઃ 250 પેસેન્જર રઝળ્યા

Wednesday 11th October 2023 06:50 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મંગળવારે ખામી સર્જાતાં છેલ્લી ઘડીએ રદ કરવામાં આવતાં 250 પેસેન્જર રઝળી પડ્યા હતા. અમદાવાદથી લંડન જતાં 250 પેસેન્જરોને સિક્યુરિટી પ્રક્રિયા પૂરી કરી ફ્લાઇટમાં બેસાડી દેવાયા હતા, પરંતુ કેપ્ટને ચેક કરતાં હાઇડ્રોલિક સિસ્ટમમાં એરર જણાઈ હતી. કલાકો સુધી મુસાફરોને વિમાનમાં જ બેસાડી એકદમથી ફ્લાઇટ ગ્રાઉન્ડ કરાઈ હતી. 40 મુસાફર બહારગામના હોવાથી તેમને હોટેલ સ્ટે અપાયો હતો, તો અન્ય 210 મુસાફર પરત ઘરે ફર્યા હતા. ફ્લાઇટ રદ થતાં કેટલાક પેસેન્જરો કનેક્ટિંગ ફ્લાઇટ લઈ શક્યા નહોતા.


comments powered by Disqus