કૌભાંડીઓનો મા અંબાના પ્રસાદમાં પણ ભ્રષ્ટાચાર

Wednesday 11th October 2023 06:20 EDT
 
 

પાલનપુરઃ ગુજરાત સહિત દેશવિદેશના શ્રદ્ધાળુના આસ્થા સમાન અંબાજી માતાના મંદિરે અપાતા મોહનથાળના પ્રસાદમાં બનાવટી ઘી વપરાયું હોવાનું સામે આવ્યું છે. આ અંગેના નમૂના ફેલ થતાં મોહિની કેટરર્સ અને અમૂલ દ્વારા પોતપોતાનો બચાવ કરવામાં આવ્યો છે. તો  ઘી ખરીદાયું છે તે નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ કરાઈ છે. આ ઘટનાક્રમ બાદ મોહિની કેટરર્સ પાસેથી કોન્ટ્રાક્ટ લઈ ટચ સ્ટોન ફાઉ. એટલે કે અક્ષયપાત્રને સોંપાયો છે. જો કે ટચ સ્ટોનને પણ અગાઉ પ્રસાદમાં ભેળસેળ કરતા રૂ. 60 હજારનો દંડ કરાયો હતો.


comments powered by Disqus