ક્રિકેટ વર્લ્ડકપની ટ્રોફી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે પ્રદર્શન માટે મુકાઈ

Wednesday 11th October 2023 06:32 EDT
 
 

પ્રતિષ્ઠિત આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપની ટ્રોફી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાની જેમ એકતાનું પ્રતીક છે, ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મૂકાઈ હતી. ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીને અવકાશની સાથે 18 દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે. ક્રિકેટપ્રેમીઓ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક મળી હતી. 


comments powered by Disqus