જામનગરઃ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના અલુ જાફર રુસ્તાદિક અલી કદર મ. સૈયુદ્દીનનું શુક્રવારે જામનગરમાં ભવ્ય સ્વાગત કરાયું. સૌરાષ્ટ્રમાં તેઓ 16 ગામની મુલાકાતે પધાર્યા છે અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વ્હોરા સમાજના આગેવાનોને મળી નવયુવાનોને વિવિધ કાર્યક્રમમાં સંબોધશે અને તેમના જ્ઞાનનો લાભ આપશે.
દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના અલુ જાફર રુસ્તાદિક અલી કદર મ. સૈયુદ્દીનના આવવાના પ્રસંગે વ્હોરાના હજીરા વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આટલું જ નહીં સમગ્ર વિસ્તાર સ્વચ્છ કરી દેવાયો હતો. ધર્મગુરુ આવતાં સંગીતની સુરાવલીઓ સાથે તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.

