અમદાવાદઃ 14 ઓક્ટોબરે આયોજિત ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચને લઈને ગુજરાત પોલીસે મજબૂત કિલ્લાબંધી કરી છે. સ્ટેડિયમમાં મિની કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા 1.25 લાખ દર્શકોની હાજરી છતાં પ્રત્યેક દર્શક પર નજર રહેશે. 2 હજાર સીસીટીવી, 3 ડ્રોન કેમેરા, 1 હજાર બોડી કેમેરાના માધ્યમથી શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ પર નજર રખાશે. વીવીઆઇપીની સુરક્ષા માટે સેન્ટ્રલ ફોર્સ તહેનાત કરાશે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ આ અંગે સમીક્ષા બેઠક કરી હતી.

