અમદાવાદઃ ધ્વંસ થતા સિતારાઓ વિશે ચીલો ચાતરતા સંશોધન માટે વૈશ્વિક પ્રશસ્તિ પામેલા ગુજરાતી અને ભારતના અગ્ર હરોળના બ્રહ્માંડ વિજ્ઞાની પંકજ જોશીને હવે વિશ્વના શીર્ષ 2 ટકા વિજ્ઞાનીઓની પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન અપાયું છે. પ્રખર ભૌતિશાસ્ત્રી ડો. પંકજ જોશીનું વતન ભાવનગર છે અને અમદાવાદ યુનિવર્સિટીમાં સ્ટેસ એન્ડ કોસ્મોલોજી સેન્ટરના સ્થાપક ડિરેક્ટર પણ છે. તેમની સમગ્ર કારકિર્દી અને સંશોધનોને ધ્યાને લઈને સ્ટેનફોર્ડ દ્વારા તેમને દુનિયાના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

