સિરક્રિકમાં ઝડપાયો પાકિસ્તાનીઃ 7 મોબાઇલ, 5 આઈડી મળ્યાં

Wednesday 11th October 2023 06:34 EDT
 
 

દયાપરઃ કચ્છના કોટેશ્વર નજીક સિરક્રિક પાસે મુકુનાલા પાસેથી બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન બુધવારે એક પાકિસ્તાની ઘૂસણખોરને બોટ સાથે ઝડપી પાડ્યો હતો. જેને ગુરુવારે મોડી રાત્રે નારાયણ સરોવર પોલીસને સોંપાયો હતો. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી વધુ તપાસ માટે ભુજ જેઆઇસીનેે મોકલી આપ્યો છે.
નારાયણ સરોવર પોલીસને સોંપાયેેલા આ શખ્સ પાસેથી 7 સિમકાર્ડ સાથેના મોબાઈલ, 5 ઓળખકાર્ડ તેમજ માછીમારીનો સામાન, ડોક્યુમેન્ટ સહિત રૂ. 350નું પાકિસ્તાની ચલણ મળ્યું છે.


comments powered by Disqus