સુરતઃ પાંડેસરામાં લવજેહાદ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરીને ફસાવવાનું આખું એક ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. એક પીડિતાની ફરિયાદ બાદ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો છે. સુરતના પાંડેસરા ખાતેની લવજેહાદની આ ઘટનામાં હચમચાવી નાખે તેવા ખુલાસા થયા છે, જેમાં આરોપી રિઝવાને હિન્દુ યુવતીઓને ફસાવવાના રૂપિયા મળતા હોવાની કબૂલાત કરતાં પોલીસ અધિકારીઓના પગ તળેથી જમીન સરકી ગઈ છે.
રૂપિયા મળતા હોવાની કબૂલાત
વર્ષ 2018માં એક યુવતી ફેક્ટરીમાં કામ કરતી હતી. તેને મૂકવા જતા રિક્ષાચાલક મુસ્લિમ યુવક રિઝવાન સાથે થોડા દિવસ મુલાકાત બાદ યુવતીને મિત્રતા થઈ હતી. બાદમાં આ મુસ્લિમ યુવકે નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. રિઝવાન ગફાર નામના આરોપીએ નામ બદલીને દુષ્કર્મ આચર્યું હતું, બાદમાં સગીરાને દિલ્હી લઈ જઈ બળજબરીથી ધર્મપરિવર્તન પણ કરાવ્યું હતું. જ્યાં આરોપીએ યુવતીને દિલ્હી લઈ જઈને લગ્ન કરી લીધાં હતાં.
2018માં ભગાડી ગયો હતો
2018માં હિન્દુ યુવતીને લઈ ફરાર થયેલા રિઝવાને લગ્નના થોડા સમય બાદ પોત પ્રકાશ્યું હતું અને પોતાની અસલી ઓળખ આપી ખુલાસો કરી દીધો હતો. જેને લઈને યુવતી આઘાતમાં સરી પડી હતી. જો કે યુવતી તે સમયે ગર્ભવતી હોવાથી તેની સાથે જ રહેવાનું સુરક્ષિત માન્યું હતું. કિશોરીએ લગ્નના એક વર્ષ બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. બાદમાં આરોપી અન્ય એક હિન્દુ યુવતી સાથે લગ્નનું પ્લાન કરતો હોવાની જાણ પત્નીને થતાં આ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.
રિઝવાને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે, જેટલી વધુ હિન્દુ યુવતી સાથે લગ્ન કરીએ તેટલા વધુ રૂપિયા મળે છે. એટલે કે તેમનેે ફસાવવાનું એક સુઆયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે.

