નારાયણ સરોવરઃ કચ્છની સંવેદનશીલ ગણાતી ક્રિક સરહદેથી એક બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી હતી. શુક્રવારે કોટેશ્વર નજીકના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (બીએસએફ)ને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાનની માછીમારી બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જ્યારે ઘૂસણખોરો સીમાની અંદર છુપાયા હોવાની આશંકાના પગલે બીએસએફએ તપાસ અભિયાન શરૂ કર્યું છે. જો કે બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ બોટ કસ્ટમને સોંપવામાં આવશે.

