છોટાઉદેપુરના પીઠોરા પેઈન્ટર પરેશ રાઠવાને રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડ અર્પણ

Wednesday 12th April 2023 08:01 EDT
 
 

છોટાઉદેપુર જિલ્લાના વિશ્વવિખ્યાત પીઠોરા પેઇન્ટર પરેશ રાઠવાને બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે રહેતા અને વર્ષોથી આદિવાસીઓના દેવ બાવાદેવ પીઠોરાના લખારા પરેશ રાઠવાને કેન્દ્ર સરકાર દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેનો એવોર્ડ સમારંભ બુધવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો. છોટાઉદેપુરના સૌપ્રથમ વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડ અપાયો છે.


comments powered by Disqus