સુરતઃ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ - જીજેઈપીસી દ્વારા ભારતમાં પ્રથમ વખત લેબગ્રોન બાયર-સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્લસ 2 સાઇઝથી લઈને 20 કેરેટ સુધીના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ અને જ્વેલરી પ્રદર્શનમાં મૂકવામાં આવી.
સુરતમાં 100થી વધારે કંપનીઓ દ્વારા લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારે સુરતમાંથી જ વિદેશી કંપનીઓ લેબગ્રોન ડાયમંડની ખરીદી કરે તે માટે જીજેઈપીસી લેબગ્રોન બાય૨-સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 40 બાયર લેબગ્રોનની ખરીદી કરવા માટે સુરત આવ્યા છે. અમેરિકા, દુબઈ, સાઉથ આફ્રિકા, રશિયા, અલ્જેરિયા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઈટલી, મેક્સિકો અને ન્યૂઝીલેન્ડના 33 સહિત જ્વેલરી બ્રાન્ડ માઇકલ હિલ, ડમાસ, ટાઇટન, રિલાયન્સ જેવી કંપની સુરત યોજાઈ રહેલા લેબગ્રોન મીટમાં આવી હતી.

